Sunday, October 13, 2019

Gujarati Gazal 2020, Shayari, Tushar Shukla (6)

તુશાર શુક્લ, Tushar Shukla
તુશાર શુક્લ, Tushar Shukla 

તેઓ ગુજરાતીઓ માટે પરિચયના કોઈ મહોતાજ નથી અને છતાં પણ, ગુજરાતીઓની લાગણીઓના લહેકાથી, હૃદયમાં સ્થાન જમાવીને બેઠેલા , ભાષાનુ જ વ્યક્તિત્વ ધરાવતા અને સન્માનીય સાહિત્યકાર , વળી વિવેચક, વૈશ્ર્વિક વક્તા અને સંગીતને પણ એટલો જ પ્રેમ કરનાર અને સ્વરકારો દ્વારા પણ એટલા જ સન્માન પામેલા, સુગમ સંગીતના ગાયકોના ખૂબજ ગમતા , આપણા ગ્રુપના ગુલમહોર છે .મૂળ સુરેન્દ્રનગર ,વઢવાણના અમદાવાદ સ્થિત 1955 માં જન્મેલ શ્રી તુષાર શુક્લએ પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં, ભાષાના ઉત્પ્રેરક, વાહક તરીકેનું સ્થાન તેમની સાલસતા, જ્ઞાન, વાકચાતુર્ય ,નિખાલસતા , સંવાદની ઢબ અને સૌમ્યતાથી જમાવ્યું છે, ગુજરાતી સાહિત્યકલા, લેખન, વિવેચન , સંપાદન, ઉદ્ઘોષણા, સમુદાય સુધી પહોંચવા વિશે અને દરેક વ્યક્તિના, દરેક ગુજરાતીના દિલ સુધી પહોંચવાનું જેમણે હ્દય પૂર્વક નક્કી કર્યું છે તેવા આપણા સૌના માનીતા ચાહિતા અને ગુજરાતી જનસમુદાયના ગૌરવ સમાન શ્રી તુષાર શુક્લએમના પિતા ,ખુબ જ ગૌરવવંતા સાહિત્યકાર *શ્રી દુર્ગેશ શુક્લ* કે જેમણે ગુજરાતી સાહિત્યને અનેક પ્રકારના સાહિત્યપ્રકાર અર્પણ કર્યા, શ્રી દુર્ગેશ શુક્લએ સાહિત્યમાં કેટકેટલા પ્રકારે સર્જન કર્યા, પછી એ નવલકથા હોય, નાટક હોય ,વાર્તા હોય, સંવાદ કાવ્ય હોય, બાળ સાહિત્ય હોય, એકાંકી હોય કે પછી કાવ્ય હોય તમામ આયામોને સંપૂર્ણ પણે ન્યાય આપ્યો અને તે પણ ઉચ્ચકોટિનું સાહિત્ય પ્રદાન કર્યું જે સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને ઉચ્ચતમ નામ આપ્યું, તેમાંના એક એટલે શ્રી દુર્ગેશ શુક્લ માતા *શ્રી વસંતબેન શુક્લ* જેઓ શિક્ષિકા હતાં, એટલે નાનપણથી જ તુષારભાઈ પુસ્તકોની વચ્ચે જ મોટા થયા 

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી (અમદાવાદ) તેઓએ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી જેમાં ચીમનભાઇ ત્રિવેદી, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ , રમણલાલ જોશી તેમના સાહિત્યગુરુ, ગુરુજનોત્માં જો. યોગેન્દ્ર વ્યાસ અને સુમન શાહનો પણ નોંધપાત્ર હતો અને ત્યારથી એમની સાહિત્ય સફર શરૂ થઈ. આમ તો તુષારભાઈને અધ્યાપન ક્ષેત્રમાં જવું હતું ,પણ અમદાવાદ આકાશવાણીમાં ઉદઘોષક તરીકે એમણે કાર્ય સ્વીકાર્યુ , આકાશવાણી પર બહુ જ લોકપ્રિય કાર્યક્રમ * શાણાભાઇ શકરાભાઇ * ના સફળ સંચાલનથી કારકીર્દિનો આરંભ થયો,





એમ પુછી ને થાય નહિ પ્રેમ

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ

એમ પુછી ને થાય નહિ પ્રેમ

ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી

એક નો પર્યાય થાય બીજુ

આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો

ભલે હોઠોથી બોલે કે ખીજુ

ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
અન્તે તો હેમ નુ હેમ,
એમ પુછી ને થાય નહિ પ્રેમ
ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
કાયમ ન રહેશો પ્રવાસી
મન મુકી મોરશો તો મળશે મુકામ
એનુ સરનામુ સામી અગાશી
મનગમતો મોગરો મળશે વટાવશો
વાન્ધાની વાડ જેમ જેમ!
એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.
ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.
વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.
મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

એ એક પહેલા વરસાદ સમી છોકરી હતી
એક પહેલા વરસાદ સમી છોકરી હતી
ને સાવ સૂક્કો રેતાળ એક છોકરો
લીલુંછમ ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
સાવે વગડાઉ એક છોકરીની વાત કરે
સીધો સડાક એક છોકરો
વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે
કોરાં આકાશ સમો છોકરો
નખશિખ ગુલાબી એક છોકરી હતી
ને એક કોરાં રૂમાલ સમો છોકરો
રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
આંખોથી પીધેલી છોકરીની વાત કરે
તરસી હથેલીને છોકરો
ગુલમ્હોરે ખીલેલી છોકરીની વાત કરે
બપોરે બળબળતો છોકરો
ધોધમાર ધોધમાર છોકરી હતી
ને સાવ પાણીમાં બેઠેલો છોકરો
અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
બે કાંઠે ઊછળતી છોકરીની વાત કરે
કોરો કડાક એક છોકરો
મધદરિયો વ્હાણ સમી છોકરીની વાત કરે
કાંઠે ઊભેલ એક છોકરો
નાળિયેરી પાન સમી છોકરી હતી
ને સાવ બાંધ્યા પવન સમો છોકરો
ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો
પછી ટહૂકાની ભાષામાં છોકરીની વાત કરે
મૂંગો રહેનાર એક છોકરો
પછી ઉમટેલાં પૂર સમી છોકરીની વાત કરે
માટીના કૂબા શો છોકરો
વહી જાતાં વ્હેણ સમી છોકરી હતી
ને એમાં ઓગળતો પીગળતો છોકરો
ભીના સંબંધ તણું ગીત મારે લખવું’તું
રસ્તો મળ્યો છે મને જોઈતો.
– તુષાર શુક્લ

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

આંખોમાં બેઠેલા ચાતક
આંખોમાં બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું,
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં,
માટીની ગંધ રહી જામી.
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં,
આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને,
હવે ભીંજાવું એતો આભાસ છે.
કોરપની વેદના તે કેમ સહેવાય નહી?
રૂંવેરૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું,
રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે,
આ તે કેવો અષાઢી ઉલ્લાસ છે?

આ પ્રેમ છે સાવ અકારણ
તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.
પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા
રહીએ
ભૂલી સઘળા વ્હેમ.
હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના
ઋણાનુબંધ?
ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11