Tuesday, August 27, 2019

Gujarati Shayari,Best Gujarati Gazal 2020 "Befaam" (13)


શ્રી બરકત વિરાણી (બેફામ)


શ્રી બરકત વિરાણી, 'બેફામ', Barkat virani,'Befaam'
શ્રી બરકત વિરાણી, 'બેફામ', Barkat virani,'Befaam' 

બરકતઅલી ગુલામહુસેન વિરાણી, જેઓ તેમના ઉપનામ બેફામ,[૧] થી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે. 

બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી તેઓ  માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.[૧૦] તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.[૩][૪] ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.[૮] આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂરતેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.[૧૧]

તેમની કેટલીક રચનાઓ અહી પ્રસ્તુત છે

કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે,
કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે,
કે સાથ લેવો નથી કિન્તુ સાથ દેવો છે…
છે એક રીત હકિકતને ભૂલવાની એ,
પ્રણયપ્રસંગ કહાનીની જેમ કહેવો છે…
મને ભીતરમાં વસાવી ને થઇ ગયો છે પર,
આ આયનોય બિચારો તમારા જેવો છે…
બધીય હોય જ્યાં મંઝિલ કદમ નીચે મારા,
હવેથી એવી બુલંદીનો માર્ગ લેવો છે…
ખુદાની શોધમાં દિલ, આપણે પછી ફરશું,
પ્રથમ જરાક વિચારી લઉં એ કેવો છે…
તું આ જગતનાં અનુભવ ભૂલી ન જા બેફામ,
મરણની બાદ ખુદાને હિસાબ દેવો છે…

કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના
કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના
બધા જ રસ્તે રખડીએ અને પ્રવાસ વિના…
રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી,
કે મારે જીવવું હતું પારકા ઉજાસ વિના…
કોઇ પૂછો તો ખરા મારાં આંસુનું કારણ,
એ પાણી વહેતું નથી કંઇ અમસ્તું પ્યાસ વિના…
જશો નજીક પછી એને ઓળખી શકશો,
ઘણાંય ફૂલ ખીલે છે અહીં સુવાસ વિના…
કોઇ જગતને ગણે ઝેર તો માનજો નક્કી,
કે એ બિચારો રઝળતો હશે નિવાસ વિના…
ઘણું ગુમાવ્યા પછી સ્વસ્થતા મળી છે આ,
જીવી રહ્યો છું કોઇ જાતની તપાસ વિના…
જગતની ઝેરી હવાથી મરી રહ્યો છું હું,
મને જીવાડ ઓ મારા ખુદા, તું શ્વાસ વિના…
કફન કોઇને અકારણ નથી મળ્યું બેફામ,
જગતમાં જન્મયા હતા એ બધા લિબાસ વિના…

બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું;

બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું;
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.



ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી

એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી 

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.
મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

વાસી દીધેલાં કમાડ 

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.

મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

 મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.
નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.
બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!
મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!
વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી ન હોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.
હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.
જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.
ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.


ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

થાય સરખામણી તો ઊતરતા છીએ

થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.


કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
-‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.


કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી


માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.


એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.


શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.


એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.


આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.


જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’


સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી,
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી,

સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ!
ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,

ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.
ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
અસર છે એટલી બેફામ આ નૂતન જમાનાની,

My Blog11