Wednesday, November 6, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, Aziz Tankaarvi (12)


અઝીઝ ટંકારવી, Aziz Tankarvi
અઝીઝ ટંકારવી, Aziz Tankarvi

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે કેટલા બધા ગઝલકારોની ગુજરાતી ભાષાને ભેટ ધરી છે! અઝીઝ ટંકારવી ટંકારીઆના વતની એટલે એમની રગેરગમાં ગઝલ ન વહેતી હોય તો જ આશ્ચર્યજનક કહી શકાય.
અઝીઝ ટંકારવી એક સારા ગઝલકાર ઉપરાંત સારા વાર્તાકાર અને પત્રકાર પણ છે.`ગઝલને દરવાજે` અને “ગઝલના ગુલમહોર”માં એમણે નામી-અનામી ગઝલકારોના અશૄઆરોનો આસ્વાદ કરાવવાનું સુંદર કામ કર્યું છે.

Read more : Best of Barkat virani (Befaam)


પ્યાર કરી લે 

આવ્યો છે તો પ્યાર કરી લે 
થોડો હળવો ભાર કરી લે,


દિલથી તું વ્યવહાર કરી લે, 
એક જ દરિયો પાર કરી લે, 


એવો તું કરોબાર કરી લે, 
એનો દાવેદાર કરી લે,              


સમજાવી દે મનને એવું
બીજા આપોઆપ તરાશે 

ના તું જીતે ના હું હારુ 
આંખોને વાચાળ કરીને

ના ઘર તારૂ ના ઘર મારૂ
મન નો ચાલ વિસ્તાર કરી લે
                 - અઝીઝ ટંકારવી.

સનમ લાગે

એક પળ જે મને સનમ લાગે
એજ બીજી ક્ષણે ભરમ લાગે,

એમ ના ભીડમાં પડે ભુલો 
આદમી એક જે ઇસમ લાગે, 

હું મળું એટલો નજીક છતાં
તુજને મળવું અગમ - નિગમ લાગે, 

આવ્યું નામ હોઠ પર ને પછી 
સર્વ નામો મને ભસમ લાગે, 

ત્યાં હું આવું તો ના સ્વિકારે તું
સર્વદા બીક તુજ કસમ લાગે,

જો તું સામે જ હોય તો ચિંતા શી? 
સ્વર્ગ કે નર્ક પણ રસમ લાગે, 

છે 'અઝીઝ' પ્રતિક્ષા વરસોથી 
એને મળતાં મને શરમ લાગે
               - અઝીઝ ટંકારવી.


વરસો પછી 

બારણે દસ્તક થયાં વરસો પછી
ને સ્મરણ કૈ સળવળ્યાં વરસો પછી, 

એમને ના કહીં શકો ભુલા પડ્યા 
જે બધાં પાછાં ફર્યા વરસો પછી,

જેમને શોધ્યા કર્યા વરસો સુધી 
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી, 

આમ તો પથ્થર હતાં ને તે છતાં
મીણ થઇ ને પિગળ્યા વરસો પછી, 

બે'ક ખેતરવાં જ તો છેટું હતું 
તે છતાં આજ મળ્યાં વરસો પછી,

 લે ' અઝીઝ ' સુધરી ગયું તારુ મરણ
 દુશ્મન ટોળે વળ્યાં વરસો પછી
               - અઝીઝ ટંકારવી


તમારુ જ નામ

અમારા હ્રદય માં તમારો જ મુકામ
આ હૈયુ મટી ને થયુ તીર્થ ધામ, 

તમે આંગળી મારી પકડી અને 
પલકભરમાં રસ્તો થયો આ તમામ,

 થયું ધુળધાણી ક્ષણોમાં બધું
અહમનો અમારો આ કેવો દામામ! 

લથડવાનું પહલેથી જ નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાનાં જ જામ, 

ભલે લોક એને કહે છે ગઝલ, 
'અઝીઝે' લખ્યું છે તમારું જ નામ
               - અઝીઝ ટંકારવી 


ગીતા વેદ છે 

તોય ક્યાં એને કશો પણ ખેદ છે 
માનવી ખુદની નઝરમાં કેદ છે. 

બેધડક સરતી હતી ​​એ કાલ તો 
આજ નાવમાં અસંખ્ય છેદ છે. 

લાલ લોહી છે બધાનાં તન મહી,
એક 'અલ્લાહ' એક ગીતા વેદ છે. 

શ્રાવણી વરસાદ જેવી આ ઘડી 
સાવ સુકી રહી ગયા નો ખેદ છે. 

કોઈ સમજી ના શક્યું એને 'અઝીઝ' 
જિંદગીનો આજ ઉંડો ભેદ છે.
               - અઝીઝ ટંકારવી

ઝણઝણે છે

તાર કેવા રણઝણે છે 
દ્વાર જાણે ખણખે છે, 

ચોતરફ સુમસામ  સઘળું 
કોઈ હળવે ગણગણે છે, 

ડાળ પરથી પાન ખરતાં
 મહ્યલો કાં સણસણે છે.

અશ્વ તો એકે બચ્યાં ના 
કોન આઘે હણહણે છે? 

હા 'અઝીઝ'ના સ્મિત પછળ
દર્દ છાનું ઝણઝણે છે.
        - અઝીઝ ટંકારવી


ચાલ્યા કરો

હા ફકત એહસાસ લઇ ચાલ્યા કરો, 
ભીના ભીના શ્વાસ લઇ ચાલ્યા કરો 

સાત દરિયાથી એ છીપાશે નહીં, 
આમ અકબંદ પ્યાસ લઇ ચાલ્યા કરો

કોને કોને આપ ગણશો પારકા ,? 
સૌ તરફ વિશ્વાસ લઇ ચલ્યા કરો 

કાળમુખી રાતનાં પેટાળમાં, 
યાદનો અજવાસ લઈ ચાલ્યા કરો 

આ બધા રસ્તાઓ મુંઝવી મારશે, 
એક રસ્તો ખાસ લઇ ચલ્યા કરો 

આ બધી અકડાઈ ખોટી છે 'અઝીઝ', 
બંદગીના દાસ થઈ ચાલ્યા કરો
             - અઝીઝ ટંકારવી

એકાંત

કોણ કોનું થાય છે એકાંત માં, 
સૌ અહીં આટવાય છે એકાંતમાં

ભર સભામાં જે સમજાય નહીં, 
એ બધું સમજાય છે એકાંતમાં

સાદ દીધો હતો કોઈએ એક દી,
 શું તે હજી સંભળાય છે એકાંતમાં? 

બારણે ઉભા હતા એ ક્યારના, 
ને હેવે શરમાય છે એકાંતમાં 

નામની એના 'અઝીઝ' તાસીર જો,
હોઠ ભીના થાય છે એકાંતમાં
              - અઝીઝ ટંકારવી

ચણાયો છું

બુદ બુદા જેમ તણાયો છું
ખુદાના કુરુક્ષેત્ર મા હણાયો છું. 

યુગે-યુગે એક છે નિયમ તો પણ,
ઢાઈ અક્ષરમાં હું ચણાયો છું. 

મેંય બલિદાન તો દીધાં છે પણ,
પારકો કેમ હું ગણાયો છું?

એમના નખ મહીં ઝનૂન વધે,
વ્યર્થ હું પણ પછી ખણાયો છું

તું જો ઈચ્છે મને જ ઓઢી લે,
પ્રેમ-ચાદર મહીં વણાયો છું

એ ભલે ફેરવી લે આંખ 'અઝીઝ'
એમના હોઠે ગણગણાયો છું
               -અઝીઝ ટંકારવી

વતન ની દિશા 

હજી ક્યા મળી છે જ મનની દિશાઓ, 
કહો કઈ તરફ જે મિલનની દિશાઓ 

સતત નેણ દિપક જલાવી જ રાખ્યા,
પછી ઝળહળી આગમન ની દિશાઓ

તમે અંતરયો મુકીનેય થાક્યા, 
અમે લ્યો ના છોડી  લગનની દિશાઓ

તમે ડગમગો ના લગીરે હવે તો, 
નમન ત્યા કરે છે અમન ની દિશાઓ

તમે ઉંઘમાં થી ઉઠાડી ને પુછી લ્યો, 
'અઝીઝ' ને વહાલી વતનની દિશાઓ.
                         - અઝીઝ ટંકારવી

સમય  થઈ ગયો છે 

નિવૃત્ત થવાનો સમય થઈ ગયો છે,
બરાબર થવાનો સમય થઈ ગયો છે. 

શરીરે સુવાસો લગાવી ઘણી ,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો છે.

તમે છો ને ઇશ્વર હતા જગ મહી,
લ્યો પથ્થર થવાનો સમય થઈ ગયો છે.

હજી સત્ય પર આવરણ ક્યાં સુધી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો છે.

બાંધ બિસ્તર જવાનું છે દુર, 
મુસાફર થવાનો સમય થઈ ગયો છે. 

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું, 
હવે ઘર જવાનો સમય થઈ ગયો છે. 
                        - અઝીઝ ટંકારવી

વિસરાઈ ગઈ 

બંધ મુઠ્ઠી સહજમાં પરખાઈ ગઈ, 
શ્વાસમાં મૂડી બધી ખર્ચાઇ ગઈ. 

 એ પછી એની મજા ક્યાંથી રહે ,?
એક મૂંગી વેદના ચર્ચાઈ ગઈ 

ડુબવામાં શુ ગયું અને સૂર્યનું!
આપણાં સંગાથની પરછાંઈ ગયી 

સૌ વચાળે જે મને શોધી રહી, 
એ જ આંખો રબારુ શરમાઈ ગઈ

કેમ આવ્યાં હતા 'અઝીઝ' દુનિયા મહી ,? 
વાત છલ્લી પળ સુધી વિસરાઈ ગઈ
                       - અઝીઝ ટંકારવી 

Read more : Jalan matri Amrut ghayal ,  Shayada

My Blog11