એવુ કોણ જે બંધન બની જશે?
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .
– ‘મરીઝ
મને શ્રધ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે
મને શ્રધ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે,
દુઆ એવી કરું છું જાણે મારો એકલાનો છે.
હવે કોઈ સૂચન આપો કે ક્યાં નીકળી જવું મારે,
કે એ પોતે જ છે દુઃખમાં જે મારા મહેરબાનો છે.
સમયની લાજ રાખી ને ઘડિભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહીં આખો જમાનો છે.
કોઈ આ ભેદ ના કહેજો,ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે.
હવે એવી દુઆ છે કે કોઈ જોવા નહીં આવે,
હવે જોવા સમો નકશો અમારી દુર્દશાનો છે.
મરણ સુધરી ગયું મારું ‘મરીઝ’આ એના શબ્દોથી,
કે એના બંધ આ હોઠોમાં, ‘મારી દાસ્તાનો’ છે…..
– ‘મરીઝ
બાંધી મુઠ્ઠી લાખની...
બાંધી મુઠ્ઠી લાખની થઇ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો !
– ‘મરીઝ
ક્યા કહુ છુ આપની હા હોવી જોઇએ
ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તે બેદિલીથી મને માફ ના કરો
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.
મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.
પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ.
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.