Sunday, October 6, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, Jalan Matari (6)

જલન માતરી, Jalan matri
જલન માતરી, Jalan matri

જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા, (૧ સપ્ટેમ્બર, ૧૯૩૪ - ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮) ગુજરાતી ગઝલકાર હતા તેમનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૩૪ ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. તેમણે ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એસ.ટી.માં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફીસ સુપ્રિન્ટેન્ડેટના હોદા પર કાર્ય કર્યુ અને ૧૯૯૨માં નિવૃત થયા હતા.[૧]
તેમનું અવસાન અમદાવાદના રાયખડ ખાતેના તેમના નિવાસ સ્થાને ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ અવસાન થયું હતું.



પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?ઈમાનદારી છોડવાનો છે સમય હવેઆવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?
– જલન માતરી

મટી જા માનવી પથ્થર બની જા.

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,વધારે ચાંદથી સુંદર બની જા
જગે પુજાવું જો હોય તારે મટી જા માનવી પથ્થર બની જા
– જલન માતરી

ઇચ્છાઓ તો ઘણી કરી...

ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી,જીવે છે તે છતાં બધી, એકે મરી નથી.આશાને તો નિરાશા કદી ભાવતી નથી,કડવી છે તેથી તેને કદી ચાખતી નથી.એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.ઉદભવ તમારો મારી સમજ બહાર છે ખુદા,અસ્તિત્વ પર મેં છતાં શંકા કરી નથી.રાહ જોઈ, જોઈને ઘણાં સ્વર્ગસ્થ થઈ ગયાં,સદીઓ વહે છે તોય કયામત થતી નથી.એના અસલ સ્વરૂપે એ આ રીતે ના વહે,આ તો ઉછીનું રૂપ છે, સાબરમતી નથીલાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય,પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી.

– જલન માતરી

નહીં આવે,.... 

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…

– જલન માતરી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

કબર આગવી છે... 
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું
મરણ આગવું છે, કબર આગવી છે.

– જલન માતરી


No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11