Wednesday, October 9, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, Nazir Dekhaiya (9)

નાઝિર દેખૈયા, Nazir Dekhiya
નાઝિર દેખૈયા, Nazir Dekhiya

નૂરમોહમ્મદ દેખૈયા ઉર્ફે નાઝિર દેખૈયા ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતાપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁઅને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફવલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.નાઝિરની ગઝલો’ તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે.
શિષ્ટ મુશાયરા ,રેડિઓસમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક ‘ નાઝિર’ દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય તૃષારે” ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝીર દેખૈયા


હોવું જરૂરી છે... 

રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે;
મનોહર ફૂલ છે,ફોરમનું પણ હોવું જરૂરી છે.
કહાવો છો દયાળુ ને દયાની છાંટ પણ ક્યાં છે?
આ ખાલી કૂપમાં ઝમઝમનું પણ હોવું જરૂરી છે.
ભલે ને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું;
અરે ઝંપલાવ દિલ! જોખમનું પણ હોવું જરૂરી છે.
જરૂરી છે અગર પુષ્પો મહીં હોવું પરિમલનું;
ફરિશ્તાઓ મહીં આદમનું પણ હોવું જરૂરી છે.
થયું સાબિત ચમકતી વીજ જોઈને ઘટાઓમાં;
અમાસે કો’ક દી પૂનમનું પણ હોવું જરૂરી છે.
નજરથી જખ્મ કરનારા!નમક પણ છાંટજો થોડું;
અમારા દર્દ પર મરહમનું પણ હોવું જરૂરી છે.
નિહાળો ના આ ફાટી આંખથી સૌન્દર્યને ‘નાઝિર’!
પરમદર્શન સમે સંયમનું પણ હોવું જરૂરી છે.
– નાઝીર દેખૈયા



ભૂલ થઈ ગઈ છે... 

બંદગાની કબુલ થઈ ગઈ છે
જિંદગાની વસૂલ થઈ ગઈ છે
આપને શોધવા જનારાની
આખી દુનિયા જ ડૂલ થઈ ગઈ છે
જે વીતી ગઈ તમારી યાદોમાં
એ પળો તો અમૂલ થઈ ગઈ છે
મિલનની માગણી કરી બેઠો
આદમી છું હું, ભૂલ થઈ ગઈ છે
ભાર એવો ઉતાર્યો ‘નાઝિર’નો
જિંદગી હળવી ફૂલ થઈ ગઈ છે.
– નાઝીર દેખૈયા



ખુશી દેજે જમાનાને,.. 

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.
– નાઝીર દેખૈયા


સમજી લો કેટલી... 

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.
એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ ‘ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
– નાઝીર દેખૈયા



તમારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.

મારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.
અને એ નામ થી મારુઁ બધુઁ એ કામ ચાલે છે.
અમે નમીએ છીએ તમને તો વઁદે છે જગત અમને
તમારુઁ આમ ચાલે છે, અમારુઁ આમ ચાલે છે .
મિલન કેરી લગન શી છે? નિહાળીલો નનામીને
કે મન દોડે છે મોઢા ગળ, ધીમે સીગરામ ચાલે છે.
ઘડે છે ઘાટ ઘડવાના પ્રયાસો પીઁડની પહેલાઁ
અહીઁ પ્રારંભની પહેલાઁ જૂઓ પરિણામ ચાલેછે.
લડી રહી છે નજર સાથે નજર, હો ખેર મનડાની,
છે જુનુઁ વેર ને જીવલેણ સંગ્રામ ચાલે છે.
તમારી વતમાઁ ‘નાઝિર’! જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે બધા બેફામ ચાલે છે
– નાઝીર દેખૈયા


કોણ માનશે !

પ્રાણે હણયા છે પ્રાણ ,ભલા કોણ માનશે !
વિશ્વાસે ડૂબ્યુઁ વહાણ ભલા કોણ માનશે !
હાથે કરીને હુઁ જ તણાઈ ડૂબી ગયો,
પાણીમાઁ નહોતુઁ તાણ ભલા કોણ માનશે !
એની હરેક વાતે મળે મોક્ષ જીવને
શબ્દો છે રામ બાણ, ભલા કોણ માનશે !
સાબિતી કેમ આપવી તારા સિતમ તણી
દિલ છે લોહીલુહાણ ભલા કોણ માનશે !
પાપી લઈ રહ્યા છે પ્રભુજીનાઁ પારખાઁ.
સોનુઁ ચઢ્યુઁ સરાણ ભલા કોણ માનશે !
નિશ દિન જલે છે આગ જુદાઈની દિલ મહીઁ,
મનડુઁ થયુઁ મસાણ , ભલા કોણ માનશે !
‘નાઝિર’ની સાથે સાથે રહ્યા એ જીવન પર્યઁત
’નાઝિર’ હતો અજાણ, ભલા કોણ માનશે !
– નાઝીર દેખૈયા


શબરીના બોર.... 

માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.
– નાઝીર દેખૈયા


ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે

ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે;
ગટગટાવે   જાઉં  છું      આરામ  છે.
નાશમાંથી    થાય   છે  સર્જન  નવું ;
મોત   એ       જીવનનું    નામ   છે.
તું    નહીં  માણી  શકે  દિલનું   દરદ;
તારે  ક્યાં  આરંભ  કે    પરિણામ   છે!
દ્વાર  તારા    હું  તજીને   જાઉં   ક્યાં ?
મારે  મન તો એ  જ   તીરથ  ધામ છે.
આછું  મલકી લઈ  ગયા  દિલના કરાર;
કેવું   એનું  સિધું     સાદું  કામ     છે!
છેહ   તો      તારાથી   દેવાશે    નહીં;
ઠારનારા ! એ     ન  તારું   કામ   છે.
ખાકને ‘નાઝિર’ ન    તરછોડો    કદી;
જિંદગીનો     એ   જ  તો    અંજામ છે.
– નાઝીર દેખૈયા


No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11