Tuesday, October 22, 2019

Gujarati Shayari, Gazal, Gujarati Shayari 2020, Dr. Firdaus dekhaiya(4)

ડો.ફિરદૌસ દેખૈયા, Firdaus Dekhaiya
ડો.ફિરદૌસ દેખૈયા, Firdaus Dekhaiya


વળગણ જોઈએ

જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;
સાવ સાદું એક પ્રકરણ જોઈએ.
છે મજાની મસ્ત ચાલે જીંદગી,
એટલા માટે પળોજણ જોઈએ.
બેઉની દ્રષ્ટિ ખરેખર એક હો,
બેઉ પાસે એક સમજણ જોઈએ.
રક્તમાં પૂરેપુરૂં વ્યાપી રહે;
સ્વસ્થ એવું એક સગપણ જોઈએ.
એમ આ દુનિયા મહીં ખ્યાતિ રહે,
આપ વિષે કંઈક ચણભણ જોઈએ.
સાવ ધોળા ધફ્ફ ભાંગે દીવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.
કેટલી ઈશ્વર વિશે ચર્ચા હતી;
એ બધીનું એક તારણ જોઈએ.
કેમ પ્રેમીની કથા નિષ્ફળ રહી;
સાવ સાચું એક કારણ જોઈએ.
છાપ આ ‘ફિરદૌસ’ની દુનિયા મહીં,
દેખવાને એક દર્પણ જોઈએ.
ડૉ.ફિરદૌસ દેખૈયા

જલાવી જાત બોલુ છું.

પ્રસંગોપાત બોલું છું,
હું ખુલ્લી વાત બોલું છું.
નથી ડર કોઇનો મુજ ને,
વિના જઝબાત બોલું છું.
સમય ના સાજ ને છેડી
સૂરોમાં સાત બોલું છું.
તમે શું વાર કરવાના!
તમારી ઘાત બોલું છું.
ગઝલમાં સામટો પ્રગટું;
જલાવી જાત બોલુ છું.
–ડૉ.ફિરદૌસ દેખૈયા

સવાલ સહેલો...

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.
એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.
પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.
રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.
જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.
– ડો.ફિરદૌસ દેખૈયા

અંદર કશું યે ઉગતુ નથી

પસ્તાવો, કે અંદર કશું યે ઉગતુ નથી,
ચિલ્લાઓ કે અંદર કશું યે ઉગતુ નથી,

અર્થોના ઝેર પાયેલા તીણા છે શબ્દ સૌ,
વિંધાઓ કે અંદર કશું યે ઉગતુ નથી,

'પ્રગટયુ કશુ નહી' ની પીડા પ્રગટ તો છે,
તો ગાઓ કે અંદર કશું યે ઉગતુ નથી,

પથ્થરપણા નો છેલ્લો અહલ્યા છે દાખલો,
સમ ખાઓ કે અંદર કશું યે ઉગતુ નથી,

અહેસાસ ની યે પાર ચરમ મૌન જો મળે,
હરખાઓ કે અંદર કશું યે ઉગતુ નથી
– ડો.ફિરદૌસ દેખૈયા

Read more : તારી આંખનો અફીણી,

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11