Sunday, October 27, 2019

Gujarati Shayari, Gujarati Gazal, Khalil Dhantejavi( 11)


ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi
ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.[૩] તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં, તેઓ વડોદરાના રહેવાસી છે.[૪]
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે.
તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.[૧]

ગઝલસંગ્રહ

ફેરફાર કરો

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)

નવલકથા

ફેરફાર કરો

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)

તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨] ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો

Read more : Aadil mansuri

Read moreShunya palanpuri


જિંદગી ઓછી મળી


એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.



ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
– શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

મારગ 

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
–  શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

 આંખોમાં હું સમાયો છું

એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!

આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!

જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!

એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,
એટલી નામના કમાયો છું!
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

 હું થાક્યો નથી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

ઘોર અંધારામાં 

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

ચાલ પર્વત પર

ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.

એક ચાંદો આભમાં બીજો અગાશીમાં ઊગ્યો,
બેઉમાંથી કોને સાચો, કોને ખોટો પાડીએ.

બાળપણ, યૌવન, બૂઢાપો, વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક, ચાલ પડદો પાડીએ.

ભૈ આ મારી નામના છે શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ.

હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

ઝેરનો પ્રશ્ન 

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે,ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો! 

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?
એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

આવે.... 

પવન ફુકાંય તો કે'જે, મારા ઘર ભણી જઇ આવે, 
અમારે આંગણે ઝગમગ થતાં દિવા ગણી આવે!

ફરી બચપન મળે પાછું નિશાળે જઇ આવે, 
હાથેળી પર માસ્તર ની સટાસટ આંકણી આવે!

મને બચપન નો પેલો રોટલો પણ યાદ આવે છે, 
ફરી મા ચૂલો સળગાવે,  ફરી એ ફુંકણી આવે! 

વલોણું યાદ આવે છે ને મનમાં નેતરાં તાણું, 
તરત મોઢા સુધી લસલસતી ઘીની તાવણી આવે!

નર્યો એકાંત છે, અંધકાર છે, તમરાં ની મહેફિલ છે,
સરસ સુરતાલ આવે, રાગ આવે, રાગિણી આવે!

કુતૂહલ છે, અજાણ્યું ભોળપણ છે તારી આંખોમાં, 
ખુદા સંભાળે પાંપણ પર કદીના આંજણી આવે! 

સળગતું દિલ, ગરમ શ્ચાસો, ભીંજાયેલી આંખો, 
ખલીલ આપી દઈશ એની ગમે તે માંગણી આવે!
                       - શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

નિરાંતે બેસવા જેવી જગા

નિરાંતે બેસવા જેવી જગા સમજી ને બેઠો છે, 
અહીં એ પગ ના છલા ફોડવા સમજી ને બેઠો છો! 

નદી જેવી નદી એની તરસ ને છેતરી ગયી છે, 
દરીયા ને પાણી ને એ ઝાંઝાવા સમજી બેઠો છે!

સજદામાં નથી તો પણ હવે એ માથુ નહીં ઉંચકે, 
મદદ કરનાર સૌને એ ખુદા સમજી બેઠો છે! 

બધા ને મિત્ર સમજે છે એ બધાં મિત્ર નથી હોતા, 
તુ વાવંટોળ ને પોચી હવા સમજી બેઠો છે! 

બધાં વૃક્ષો તળે ઝાંખી પડેલી રાત પોઢી છે, 
અને એને જ માણસ છાંયડા સમજી ને બેઠો છે!

હવે આરામથી એ  પોતાના પગ પર ખડો થાશે, 
સગા-સંબંધીઓ ને પારકા સમજી બેઠો છે! 

ખલીલ એવો કઠણ માનસ  કે દુખ ને દુખ નથી કેતો, 
તમારી  બદદુઆને ને પણ દુઆ સમજી બેઠો છે!
                     – શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

તમારા હાથનો પ્યાલો 

તમારા હાથનો પ્યાલો એક પાણી પી ગયેલો છુ,
થયુ છે શુ કે આ લોકો કહે બેહેકી ગયલો છુ. 

કહી દો મોત ને કે ધાક મા લેવાનુ રેવા, દે,
હુ એના થી પણ અઘરી ઝિંદગી જીવ ગયેલો છુ. 

કોઈ આવી ને  ઓગાળે મને શ્ર્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હુ થીજી ગયેલો છુ. 

મને તુ ઘર સુધી દોરી જા મારો હાથ જાલીને,
ગલીના નાકે ઉભો છુ અને ઘર ભૂલી ગયેલો છુ. 

ખલીલ ઉપર થી અકબંધ છુ, આડિખમ છુ ઇ સાચું છે,
 પણ અંદરથી જુઓ! ક્યાં- ક્યાં થી તૂટી ગયેલો છુ. 
                          – શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

સ્મિત

તમારા સ્મિત સામે રોકડાં આંસુ મે ચૂકવ્યા છે
છતાં જો હોય શંકા તો હિસાબ મેળવી લઈએ.
                  –શ્રી ખલીલ ધનતેજવી સાહેબ

Read more : Nazir DekhaiyaBotadkar DamodarManubhai Trivedi (Gaafil)



No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11