Wednesday, August 26, 2020

Gujarati Gazal , Gujrati shayari ,Rishabh mehta ,Best Gazal 2020 (5)



Rishabh Mehta


જિંદગીભર સાથે ચાલ તું

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !

હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !

કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !
                                    - રિષભ મહેતા

આપ શું આને કહો મોટા થવું ?

જોઈ લે તારી ઉપેક્ષાની અસર,
એક આ દરિયાનું પરપોટા થવું !

થઈ ગયા કેવી રીતે ઈશ્વર તમે ?
કેટલું મુશ્કેલ છે બંદા થવું !

હર યુગે તારી પરીક્ષા થાય છે,
કેમ પોસાતું તને સીતા થવું ?

છાંય મીઠી છે બધા જાણે જ છે,
લીમડાને પરવડે કડવા થવું !

સંશયો વહેમો ભરેલા વિશ્વમાં,
છે કરિશ્મો અન્યની શ્રદ્ધા થવું !

ભોળપણ, અચરજ, અનુકંપા, ગયાં
આપ શું આને કહો મોટા થવું ?
                     રિષભ મહેતા


ઇચ્છા છે સળગવાની 

 તીવ્ર ઇચ્છા છે સળગવાની મને,
પણ નવાઇ એક તણખાની મને.

હુ સફર છું એક ખાલી નાવની,
બીક ના બતલાવ દરિયાની મને.

હું શિખર પર છું અને છું એકલો,
શૂન્યતા ઘેરી જ વળવાની મને.

નામ સરનામું નથી દીધું છતાં,
યાદ તારી રોજ મળવાની મને!

એટલો ના સાચવ્યા કર તું મને,
જિન્દગી! એક દિ’ તું ખોવાની મને.
                           રિષભ મહેતા


કામના બગીચાની 

કામના દીધી બગીચાની મને
એક પણ દીધી ન ફૂલદાની મને

શ્વાસ લેવાની રજા આપે છતાં,
ક્યાં અદા દે છે તું જીવવાની મને

વ્યક્ત પૂરો થઈ શકુ છું ક્યાં કદી 
આવડી ભાષા કહો ક્યાંની મને

હું હસું છું તો ય જાણે કે રડું
હાય લાગી કોના હૈયાની મને?!

માર્ગ કાંટાળો કર્યો પહેલાં, પછી-
ફૂલના જેવી દીધી પ્હાની મને

સાંજ તો ભોંકાય મારા શ્વાસમાં,
ક્યાં કમી છે બાણશૈયાની મને

તુ હણે મારી હયાતી હર ક્ષણે,
ને સમજ પણ દે છે હોવાની મને
                     રિષભ મહેતા


 હું રહી શક્તો નથી.

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;

તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે

ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,

ને છતાંયે હું પુકારી ના શકું.
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;

એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા                             
જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે

પ્રેમ તારો હું નકારી ના શકું,
હું તને ક્યારેય ના ત્યાગી શકું,
                                                 રિષભ મહેતા




No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11