Wednesday, August 26, 2020

Gujarati Gazal , Best Gazal 2020, Gujarati Shayari (7)

ચીતરું નહીં હું નામ તારું

આખા નગરની જલતી દીવાલને કળે વળે.
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે .

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં ,
ઇચ્છાનું એવું છે કે ફળ યા ન પણ ફળે .

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે ,
બહેરી બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે .

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે ,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે .

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય ,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે .

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે ,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે
                                    -મુકુલ ચોક્સી.

માણસ જેવો માણસ છું

કોમળ છું , કાંટાળો છું ; માણસ જેવો માણસ છું .
પોચટ છું , પથરાળો છું ; માણસ જેવો માણસ છું .

આકાશે અણથક ઊડવું , આ ધરતી પર તરફડવું ;.
ઘાયલ છું , પાંખાળો છું ; માણસ જેવો માણસ છું. 

આંખે અશ્રુની ધારા , હોઠે સ્મિતના ઝબકારા ;.
ખુલ્લો છું , મર્માળો છું , માણસ જેવો માણસ છું .
.
ધિક્કારું છું હું પળમાં , પ્રેમ કરું છું હું પળમાં. ,
આશિક છું , કજિયાળો છું ; માણસ જેવો માણસ છું
 
ભેજલ છું , તડકાળો છું ; માણસ જેવો માણસ છું .
ક્ષણક્ષણનો તરગાળો છું , માણસ જેવો માણસ છું 

ચોમાસે પાણી પાણી ; ચૈત્રે લૂઝરતી વાણી ;
શ્વાસોની મનભર માયા , મૃત્યુની નિશદિન છાયા ; 
                                       ભગવતીકુમાર શર્મા 


માણસ ને જરા ખોતરો

માણસ ને જરા ખોતરો, ખજાનો નીકળે ,
સાચવીને  સંઘરેલો એક જમાનો નીકળે
 
મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી ,
થાય બેઠી , બસ એક જણ પોતાનો નીકળે . .

જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય ,
કો'ક દઈ કોઈ અડિયલ પણ , મજાનો નીકળે

રખે માનશો , હેવાનિયત હેવાનો જ કરે ,
કદી , સજ્જનમાંથીય  કેટલાક ,શેતાનો નીકળે .

ઘાવ તો બધે જ મળે છે , ચાહે ગમે તેને ખોતરો,
કદી બહાર , કદી અંદર , નિશાનો નીકળે .

કંઇ જ નક્કી નહીં , આ તો માણસ કહેવાય ,
બહારથી પોતાના, અંતર (મન) થી બીજાનાં નિકળે


એકલો ના પ્રાણવાયુ પૂરતો

એકલો ના પ્રાણવાયુ પૂરતો જીવવા વિશે
જિંદગીને કયા કશો અંદાજ છે શ્રદ્ધા વિશે

શબ્દપ્રીત ઝાંઝવા તો ઝળહળીને કેટલાં છળ નોતરે ,
તોય હરણું હાંફતું ધસતું હે વિશ્વાસથી..

                                            જગદીશ ભટ્ટ 

શોધે છે મન

મરણના કસ્બાઓ ગોળે છે  મન ,
જંપેલ જળને ડોળે છે મન 
.
ભલે બહાર હલચલ ન દેખાય પણ ,
જરૂર કંઈ ભીતરમાં શોધે છે મન.

ઘા તો કૈક સહ્યા

ઘા તો કૈક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે .

તમને મળ્યા પછી કહ્યું માનતું નથી ,
દિલ મારું નહીં તો કેટલું કહ્યાગરૂ હતું.
                          ઝાહીદ ભાસ્કર

સોબતનો રંગ લાગે છે

ગુલાબ સાથે રહો તે છતા કંટક કહે છે
કોણ કહે છે કે સોબતનો રંગ લાગે છે 
                            અમીન આઝાદ 




No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11