શ્રી બરકત વિરાણી (બેફામ)
શ્રી બરકત વિરાણી, 'બેફામ', Barkat virani,'Befaam' |
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી તેઓ એ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.[૧૦] તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.[૩][૪] ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.[૮] આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂરતેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.[૧૧]
તેમની કેટલીક રચનાઓ અહી પ્રસ્તુત છે
કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે,
કે સાથ લેવો નથી કિન્તુ સાથ દેવો છે…
પ્રણયપ્રસંગ કહાનીની જેમ કહેવો છે…
આ આયનોય બિચારો તમારા જેવો છે…
હવેથી એવી બુલંદીનો માર્ગ લેવો છે…
પ્રથમ જરાક વિચારી લઉં એ કેવો છે…
મરણની બાદ ખુદાને હિસાબ દેવો છે…
બધા જ રસ્તે રખડીએ અને પ્રવાસ વિના…
કે મારે જીવવું હતું પારકા ઉજાસ વિના…
એ પાણી વહેતું નથી કંઇ અમસ્તું પ્યાસ વિના…
ઘણાંય ફૂલ ખીલે છે અહીં સુવાસ વિના…
કે એ બિચારો રઝળતો હશે નિવાસ વિના…
જીવી રહ્યો છું કોઇ જાતની તપાસ વિના…
મને જીવાડ ઓ મારા ખુદા, તું શ્વાસ વિના…
બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું;
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.
બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
વાસી દીધેલાં કમાડ
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!
કરું શું? મારી પાસે એક પણ એની છબી ન હોતી.
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
થાય સરખામણી તો ઊતરતા છીએ
થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
-‘બેફામ’
બસ એટલું કે એના ઉપર મારો હક નથી
બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી
માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.
આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’
સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી
સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી,
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.
ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –
કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ!
ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,